Ticker

6/recent/ticker-posts

કુટુંબ ભાવના

 એક કંપનીમાં બોસ દર વર્ષે ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં કંપનીનાં ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતો એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં. .

 એ કંપનીમાં ઝાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. . 

લોટરી એક જુગાર જેવી રમત હતી; જેને ન લાગે તો દેખીતી રીતે એમને હજારનું નુકસાન થાય, છતાં નસીબ અજમાવવા ખાતર પણ એક કામવાળી બાઈએ હજાર રૂપિયાનું જોખમ લીધું! એ ભગવાનને પ્રાર્થના કરતી રહી કે લોટરી એને જ લાગે.. 

મેનેજરને પણ એની દયા આવી હતી એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે.

 એણે યુક્તિ કરીને પોતાના નામની કાપલી પર એનું નામ લખીને કાપલી બોક્ષમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. .

 આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી છતાં એમની કૌટુંબિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. 


બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. 

બોસે એક કાપલી કાઢી. કામવાળી ને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે? એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. . એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ ને જાણે ચમત્કાર થયો કે એ નામ કામવાળી બાઇનું હતું. બાઈની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખો પણ ભીની થઇ ગઇ. 

બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. તે બહેને બોસ નો આભાર માનતા આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. . 

મેનેજર અમસ્તા જ લોટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં ને કૌતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ!! બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. .

 હવે મેનેજર તથા બોસની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી.

 એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. .

  હમેશાં યાદ રાખજો કે જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન ન થાય, એવી રીતે મદદ કરશો તો ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે....

Post a comment

0 Comments